ઈરાને 17 ભારતીય સાથેના ઇઝરાયેલી શિપનું અપહરણ કર્યુંઃ પાક. ક્રૂ મેમ્બર્સને મુક્ત કરાયા

Wednesday 17th April 2024 06:41 EDT
 
 

દુબઈઃ ઈઝરાયેલ સાથેના તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડોએ હોર્મુઝની ખાડી પાસે એક ઇઝરાયલી વેપારીની માલિકીના માલવાહક જહાજ પર કબજો મેળવ્યો છે. જહાજમાં 25 ક્રૂ મેમ્બર છે, જેમાંથી 17 ભારતીય છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. ઈરાને કબજો મેળવ્યો છે એ ઈઝરાયલી જહાજ ઝોડીયાક મેરીટાઇમ શિપિંગ કંપનીની માલિકીનું છે.
પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને જવાની મંજૂરી
ઇરાનના જણાવ્યા મુજબ સમુદ્રી નિયમોનું ઉલ્લંઘન કરતાં આ જહાજને જપ્ત કરાયું છે. જહાજમાં સવાર પાકિસ્તાની ક્રૂને જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે ભારતીય ક્રૂ મેમ્બર્સ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઇઝરાયલની ચેતવણી
ઈઝરાયલે ચેતવણી આપી છે તે, ઈરાન જો સ્થિતિને વધુ તણાવગ્રસ્ત બનાવશે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે.
17 ભારતીયોને અધિકારીઓ મળી શકશે
ઇઝરાયલ-ઇરાન વચ્ચેની તંગદિલી વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયાને જાહેરાત કરી છે કે, તહેરાન ટૂંક સમયમાં ભારતના અધિકારીઓને તેના 17 લોકોને મળવાની મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે કે, ઇરાને ઇઝરાયલના અબજોપતિના માલવાહક જહાજને પોતાના કબજામાં લઈ લીધું છે. જેના પર 17 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથે પાકિસ્તાની ક્રૂ પણ હાજર હતું.


comments powered by Disqus