અમદાવાદના 58 વર્ષીય ગૃહિણી, જાગૃતિબેન શાહ છેલ્લા ઘણા સમયથી કમરની ગાદીના નસ પરના દબાણથી થતા કમરના દુખાવા અને પગની ખાલી - ઝંઝણાટીથી પીડાતા હતા. વળી, ઘૂંટણમાં શરુ થયેલ ઘસારાએ આ પીડામાં વધારો કર્યો હતો. તેઓને બેસવામાં, ઊભા રહેવામાં, ચાલવામાં તેમજ સીડી ચઢવા- ઊતરવામાં થતી તકલીફથી તેઓ ખુબજ ચિંતિત હતા. દવાઓ કરવાથી રાહત જણાતી નોહતી.
આ દુખાવો સહન કરતા કરતા તેઓની સહનશીલતા ખૂટી પડી હતી, ત્યાંજ તેઓને મિશન હેલ્થની જાણકારી મળતા તેઓએ તુરંતજ મિશન હેલ્થમાં સારવાર શરૂ કરી. અહીં આપવામાં આવેલ એડવાન્સ્ડ સ્પાઇન રીહેબ અને ની ટીશ્યુલાઈઝેશનના 40 સેશન્સના અંતે તેઓ કમર અને ઘૂંટણના દુખાવાથી 100% રાહત મેળવી, ફરી એક વખત 30 મિનિટથી વધુ સમય ઊભા રહેતા , ચાલતા તેમજ સીડી ચઢતા- ઊતરતા થયા!

