પંજાબમાં હાલ બૈસાખી પર્વની ઉજવણીની ધૂમ છે. પાકની લણણીના પ્રસંગે ઊજવાતા બૈસાખી પર્વ પર લોકો વિશેષ પૂજા-અર્ચના કરે છે અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગીત-સંગીત અને નૃત્ય સાથે પર્વની ઉજવણી કરે છે. સારા પાકની ઉજવણીની સાથે લોકો એકબીજાનું મોઢું મીઠું કરાવવાની સાથે જ જાત-જાતના વ્યંજનો બનાવે છે.

