પાક. જેલમાં સરબજિતની હત્યા કરનારા આતંકી પર હુમલો

Wednesday 17th April 2024 07:14 EDT
 
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજિત સિંહની હત્યાના આરોપી અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ગુનેગાર અમીર સરફરાઝ તાંબા પર રવિવારે અજાણ્યા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. લાહોરના ઇસ્લામપુરા વિસ્તારમાં બાઇક સવાર હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સરફરાઝને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નાજુક સ્થિતિમાં તેની સારવાર ચાલી રહી છે.


comments powered by Disqus