ભારતે બાંગ્લાદેશને 56 એકર જમીન આપીઃ 14 એકર મેળવી

Wednesday 17th April 2024 07:16 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 50 વર્ષ પછી જમીનની અદલાબદલી થઈ છે. બાંગ્લાદેશીઓએ આને ઈદની ભેટ ગણાવી છે.
ભારતે બાંગ્લાદેશને સરહદ પરનાં ઠાકુરગાંવના રાનીશંકોઈ ઉપજિલ્લાની 56.86 એકર જમીન સોંપી છે. તેની સામે ભારતને પણ બાંગ્લાદેશ પાસેથી 14.68 એકર જમીન પાછી મળી છે. ભારત વતી બીએસએફ અને બાંગ્લાદેશ વતી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે પ્લેગ મીટિંગમાં જમીનોની અદલાબદલીની સમજૂતી થઈ હતી પરંતુ રાનીશંકોઈ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. 2015માં નવી સમજૂતી પછી આ દિશામાં ઝડપ આવી હતી. બીજીબીના કેપ્ટન લે. કર્નલ તંઝિર અહેમદનું કહેવું છે કે બંને દેશો વચ્ચે જમીનની અદલાબદલી સૌહાર્દપૂર્વક થઈ છે. અમને તો ઈદની ભેટ મળી છે. આ માટે અમે બીએસએફનો આભાર માનીએ છીએ. અત્યાર સુધીમાં અમે ભારતના ભાગમાં રહેલી અમારી જમીનો વિશે વડીલો પાસેથી સાંભળતા હતા, હવે ત્યાં જઈને ખેતી કરી શકીશું. સૂત્રો મુજબ બાંગ્લાદેશના અન્ય 8 જિલ્લામાં જમીના ભાગલા માટે સરવે કરાશે.


comments powered by Disqus