સિડનીમાં શોપિંગ મોલમાં ચાકુ મારીને છની હત્યા, 8 ઘાયલ

Wednesday 17th April 2024 07:11 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક હુમલાખોરે શોપિંગ મોલમાં ચાકુ મારીને છ લોકોની નિર્મમ હત્યા કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર કર્યો હતો. આ હુમલામાં નવ મહિનાના બાળક સહિત 8 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ હુમલામાં એક ભારતીય દંપતીનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ સિડનીના ચર્ચમાં પણ એક શખ્સે ચાકુથી હુમલો કરી અનેકને ઘાયલ કર્યા હતા.


comments powered by Disqus