અમેરિકાના યુદ્વ જહાજ પર હુથી બળવાખોરોનો મિસાઈલ હુમલો

Wednesday 17th January 2024 07:08 EST
 
 

વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી મહત્ત્વના શિપિંગ રૂટ રાતા સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલા અટકવાનું નામ નથી લેતા. અમેરિકાએ ઇરાનના સમર્થિત હુથી બળવાખોરોના યમનસ્થિત 100થી વધુ ઠેકાણા પર હુમલા કરવામાં આવ્યો હતો. જેની સામે રવિવારે હુથી બળવાખોરોએ અમેરિકી યુદ્ધપોતને નિશાન બનાવ્યું.
અમેરિકાના રક્ષા મંત્રાલયે કહ્યું. હુથી બળવાખોરોએ રવિવારે રાતા સમુદ્રમાં તૈનાત અમેરિકાના યુદ્ધ જહાજ યૂએસઅસ લાબૂન પર એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલો વડે હુમલો કર્યો. અમેરિકાના લડાકૂ વિમાનોએ હુથી મિસાઈલોને યમનના હુદૈદાહ પાસે નષ્ટ કરી દીધી. આ ઘટનાએ દુનિયાભરમાં ચિંતાની લહેર ફેલાવી છે. હુથીઓને ફંડિંગ ઈરાન અને ટ્રેનિંગ હિઝબુલ્લા તરફથી મળે છે. અમેરિકાના કહેવા મુજબ હુથીઓને આર્થિક મદદ ઈરાન આપે છે. કેમકે તેનો દુશ્મન સાઉદી અરબ છે.


comments powered by Disqus