વોશિંગ્ટનઃ સમગ્ર અમેરિકામાં 21 ઇંચહિમવર્ષાએ 82 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે. અગાઉ આટલી હિમવર્ષા વર્ષ 1942માં થઈ હતી. હિમવર્ષાને લીધે 7 કરોડ લોકો પ્રભાવિત થયા છે. સ્થિતિના પગલે 4700થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે, તો 2.5 લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થયો હતો.
ઘણા વિસ્તારોમાં સાડા ત્રણ ફૂટ સુધી બરફના થર જામ્યા છે. બીજી તરફ પવનને લીધે શીતલહેર પ્રસરી ગઈ છે. ઉત્તર ધ્રુવના ઠંડા પવનથી અમેરિકામાં થીજી ગયું છે.

