ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સત્તા ગુમાવી શકે

Wednesday 17th January 2024 07:08 EST
 
 

નવી દિલ્હીઃ હમાસ સામે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની સરકાર પર ખતરાના વાદળો ઘેરાઇ રહ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા એક સર્વેમાં સંકેત મળે છે કે ચૂંટણીમાં નેતન્યાહૂ સત્તા ગુમાવી શકે તેમ છે. બીજી તરફ વોર કેબિનેટ મંત્રી બેની ગેટ્ઝને ઈઝરાયેલના આગામી વડાપ્રધાન તરીકે જોવામાં આવે છે. એક ખાનગી ચેનલમાં સર્વેમાં જાણકારી મળી છે કે નેતન્યાહૂની આગેવાની હેઠળનું ગઠબંધન ઘટીને 56 બેઠક પર આવી શકે, જ્યારે વિપક્ષ 64 બેઠકનો આંકડો સ્પર્શી શકે છે.


comments powered by Disqus