માલેઃ માલદિવ્સમાં બીજી વખત ભારત વિરોધી સરકાર બની છે અને આ સરકારની રચના સાથે જ ભારત સાથે તેના સંબંધો કથળ્યા છે. આ ઘટનાને પગલે માલદીવના સ્થાનિકો પણ તેના રાષ્ટ્રપતિથી નારાજ છે. ભારત વિરોધી મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારત અને માલદિવ્સના વિવાદ વચ્ચે ચીનના પ્રવાસેથી વતન પરત ફરતાં ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, અમને ધમકાવવાનું લાઈસન્સ કોઈની પાસે નથી.

