વડાલીના 46 વર્ષીય રાજેશભાઈને તા.30 સપ્ટેમ્બર, 2023ના રોજ આવેલ બ્રેઈન સ્ટ્રોકના અટેક બાદ તેઓનું જમણું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેઓ માટે ઉભા રહેવું-ચાલવું તો દૂરની વાત, પથારીમાં પડખું ફરવું પણ અશક્ય હતું. તેઓ વાણી ગુમાવી ચુક્યા હતા તેમજ તેઓને ખોરાક પણ રાયલ્સ ટ્યુબ દ્વારા આપવામાં આવતો હતો. આ પરિસ્થિતિમાંથી શક્ય એટલી જલ્દી બહાર આવવા માટે, હોસ્ટિપટલમાંથી 10 દિવસ બાદ ડિસ્ચાર્જ મળતાની સાથેજ, તેઓએ મિશન હેલ્થનો સંપર્ક સાધ્યો.
આ સમયે તેઓ વહીલચેરગ્રસ્ત હતા. પરિવારજનો રાજેશભાઈની આ પરિસ્થિતિને પ્રેક્ટિકલી સ્વીકારી શકે તેવી માનસિક પરિસ્થિતિમાં નહોતા. જેથી તેઓ રાજેશભાઈને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા મિશન હેલ્થ ઉપર ખુબજ આશાશીલ હતા. મિશન હેલ્થમાં રાજેશભાઈનું ડીટેઇલ્ડ ઇવેલ્યુશન થયા બાદ, તેઓની ખુબજ અનુભવી ન્યૂરો ફિઝિયોથેરાપિસ્ટની ટીમ દ્વારા આપવામાં આવેલ એડવાન્સ્ડ લેગ્સ એન્ડ વોકિંગ રોબોટિક્સ, શોલ્ડર એન્ડ આર્મ રોબોટિક્સ, ફિંગર રોબોટિક્સ, બાયોફીડબેક ડિસફેજિયા મૅનેજમેન્ટ, સ્પીચ થેરાપી તેમજ ખુબજ એડવાન્સ્ડ ન્યુરો રીહેબના માત્ર 15 દિવસમાં તેઓ સ્વતંત્ર બેસતા, મોઢાથી ખોરાક લેતા, હાથનો ઉપયોગ કરતા તેમજ વૉકર સાથે ઉભા રહેતા, અને માત્ર 30 દિવસમાં તેઓ સ્વતંત્ર ઉભા રહેતા, ચાલતા અને તમામ દૈનિક કાર્યો કરવા લાગ્યા!
હાલમાં તેઓ પોતાની શારીરિક સ્વતંત્રતાને આગળ વધારવા મિશન હેલ્થના ફિટનેસ ડિપાર્ટમેન્ટમાં ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સ હેઠળ પોતાની ઓવરઓલ ફિટનેસ વધારી રહ્યા છે!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or whats app : +91 76000 29090

