રામ કાજ કરિબે કો આતુર

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અનુષ્ઠાનનો આરંભ

Wednesday 17th January 2024 03:45 EST
 
 

અયોધ્યાઃ પાંચ સદીના ‘વનવાસ’ બાદ ભવ્ય મહાલયમાં ફરી પધારી રહેલા રામલલાને આવકારવા માત્ર અયોધ્યાવાસીઓમાં જ નહીં, દેશવિદેશમાં વસતાં ભારતીયોના હૈયે અનેરો આનંદ છલકાઇ રહ્યો છે. સરયુ નદીના કિનારે વસેલા અયોધ્યામાં સાકાર થયેલા મંદિરમાં આવતા સોમવાર - 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે - મંગળવારથી પ્રકાંડ પંડિતોના માર્ગદર્શનમાં અનુષ્ઠાન વિધિ શરૂ થઇ ગઇ છે. ગુરુવારે રામલલા ગર્ભગૃહમાં બિરાજશે, અને સોમવારે અંજનશલાકા વિધિ યોજાશે. મૈસુરના શિલ્પકાર અરુણ ત્યાગરાજે નેપાળના શાલીગ્રામ પથ્થરમાંથી કંડારેલી રામલલાની 51 ઇંચની શ્યામ મૂર્તિ ગર્ભગૃહમાં સ્થપાશે. પ્રાણપ્રતિષ્ઠાન મહોત્સવના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 12 જાન્યુઆરીથી 11 દિવસનું અનુષ્ઠાન વ્રત શરૂ કર્યું છે. આ પ્રસંગ માટે દેશવાસીઓમાં આગવો ઉમંગઉલ્લાસ વર્તાઇ રહ્યો છે, અને દેશભરમાંથી ભેટસોગાદો અયોધ્યા પહોંચી રહી છે. (વિશેષ અહેવાલઃ પાન 16-17-18)


    comments powered by Disqus