પોર્ટ લુઇસઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારંભને અનુલક્ષીને મોરેશિયસની સરકારે હિન્દુ ધર્મને અનુસરતા કર્મચારીઓ માટે 2 કલાકની રજા જાહેર કરી છે. મોરેશિયસ કેબિનેટ દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા એક ઐતિહાસિક ઘટના છે. તે ભગવાન રામના અયોધ્યામાં પુનરાગમનને ચિન્હિત કરે છે. આમ હિન્દુઓને 22 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી બે કલાકની વિશેષ રજા અપાશે.

