મસ્કતઃ ઓમાનની રાજધાની મસ્કતના વાડી કબીર વિસ્તારની મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં છ લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે, ફાયરિંગમાં એક ભારતીય નાગરિક સહિત છ લોકોનાં મોત થયાં છે. પોલીસે આ હુમલો શા માટે કરાયો તે જણાવ્યું ન હતું અને હુમલાને અંજામ આપનારા શંકાસ્પદ કોણ હતા તે અંગે પણ કોઈ માહિતી આપી નથી.

