યુક્રેનનો બ્લાસ્ટઃ રશિયન ન્યુક્લિયર ડિફેન્સ ચીફનું મોત

Wednesday 18th December 2024 05:37 EST
 
 

નવી દિલ્હીઃ રશિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ ચીફ ઇગોર કિરિલોવનું મોસ્કોમાં એક બ્લાસ્ટમાં મોત થઈ ગયું. તેઓ રાષ્ટ્રપતિ પુતિનના ખૂબ નજીકના મનાતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનના માત્ર 7 કિ.મી.ના અંતરે થયો છે. યુક્રેનની સિક્યોરિટી સર્વિસ દ્વારા દાવો કરાયો છે કે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે.
અહેવાલ પ્રમાણે ઇગોર કિરિલોવ તેમના એપાર્ટમેન્ટની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ નજીકમાં પાર્ક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો, જેમાં કિરિલોવની સાથે તેમના આસિસ્ટન્ટનું પણ મોત થયું છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે, બ્લાસ્ટમાં 300 ગ્રામ ટીએનટીનો ઉપયોગ કરાયો હતો. આ અંગે રશિયામાં આપરાધિક હત્યાનો કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ જ વર્ષે ઓક્ટોબરમાં બ્રિટને ઇગોર પર પ્રતિબંધ લગાવતાં તેમના પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોનો ઉપયોદ કરવા અંગેનો આરોપ લગાવ્યો હતો.


comments powered by Disqus