સિટીબોન્ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્સલ્ટન્ટ અલ્પાબહેન શાહનું નિધન

Tuesday 17th December 2024 08:07 EST
 
 

સિટીબોન્ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્સલ્ટન્ટ અલ્પાબહેન શાહનું 15 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું છે. તેમનો જન્મ 8 એપ્રિલ 1970ના દિવસે થયો હતો. અલ્પાબહેનને 2019માં કેન્સરનું નિદાન કરાયું હતું. તેમની પોઝિટીવ માનસિકતાને સુસંગત તેમણે રોગનો હિંમત સાથે મક્કમપણે સામનો કર્યો હતો. અલ્પાબહેનના પરિવાર અને સિટીબોન્ડ ટ્રાવેલ પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ રહ્યો છે. તેઓની ખોટ સહુને સાલશે અને તેમને જાણનારા સહુના હૃદયમાં  તેમનું સ્થાન અવિચળ બની રહેશે. ઈશ્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.


comments powered by Disqus