પેલેસ્ટાઇનના પ્રમુખની મોદીને યુદ્ધ રોકાવવા અપીલ

Wednesday 19th June 2024 07:23 EDT
 
 

નવી દિલ્હીઃ પેલેસ્ટાઈનના વડાપ્રધાને વડાપ્રધાન મોદીને પત્ર લખીને તાકીદે યુદ્ધ વિરામ માટે દબાણ કરવા આગ્રહ કર્યો છે. તેમણે યુદ્ધગ્રસ્ત ગાઝાને મળી રહેલી સહાયમાં વધારો કરવા અને વિશ્વના બાકીના દેશો પર દબાણ વધારવા પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઇન અને પાકિસ્તાન બંને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ છે. મધ્યપુર્વમાં અન્ય મુસ્લિમ દેશો પણ છે. તેવામાં પેલેસ્ટાઇન તે તમામ દેશોને છોડીને ભારતને યુદ્ધ ખતમ કરવા અપીલ કરી રહ્યું છે. કારણ એટલું જ છે કે પેલેસ્ટાઇનને લાગે છે કે ભારત જ એકમાત્ર દેશ છે કે જે પેલેસ્ટાઇનમાં શાંતિ પાછી લાવી શકે તેમ છે. 


comments powered by Disqus