ઈસ્લામાબાદઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં ત્રણ બાળકો અને પાંચ મહિલાઓ સહિત આઠનાં મોત થયાં છે. ઘણાં મકાનો ધરાશાયી થયા છે ને અનેકને ઈજા પહોંચી છે.
પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં, આતંકવાદી હુમલો થયો એમાં બે અધિકારીઓ સહિત સાતના મોત થયા હતા. એ હુમલાની જવાબદારી અફઘાનિસ્તાનથી આતંકી પ્રવૃત્તિ કરતા હાફિઝ ગુલ બહાદુરના જૂથે લીધી હતી. એ પછી પાકિસ્તાનના આસિફ અલી જરદારીએ આતંકવાદીઓ સામે પગલાં ભરવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ વહેલી સવારે અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી.