મોસ્કોઃ વ્લાદિમીર પુતિન સતત પાંચમી વાર રશિયાના પ્રમુખ બની ગયા છે. 15-17 માર્ચે થયેલા મતદાનમાં પુતિનને 88 ટકા મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલ ખારિતોનોવને માત્ર 4 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનિદ સ્લટસ્કીને અનક્રમે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને અભિનંદન આપતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિનને રશિયન તરીકે ફરી ચૂંટાઈ આવવા બદલ હાર્દિક અભિનંદન. આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.