રશિયામાં વધુ એક ભારતીયનું મોત

Wednesday 21st August 2024 06:19 EDT
 
 

કોચ્ચીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક વધુ ભારતીયે જીવ ગુમાવ્યો હોવાનો કેરળના યુવાનના પરિવાર દ્વારા દાવો કરાયો છે. પરિવારનો દાવો છે કે, યુવાન 2 એપ્રિલે નોકરીની શોધમાં રશિયા પહોંચ્યો હતો. આ અંગે ભારતીય દૂતાવાસની સત્તાવાર જાણકારીની પ્રતીક્ષા થઈ રહી છે. ત્રિચૂર જિલ્લાના ત્રિક્કુર ખાતે રહેતા સંદીપ ચંદ્રનના પરિવારનું કહેવું છે કે, તેમને મળેલી જાણકારી મુજબ સંદીપ 16 ઓગસ્ટે એક ટ્રકમાં જઈ રહ્યો હતો, તે સમયે થયેલા ગોળીબારમાં તેનું મૃત્યુ થયું હતું.


comments powered by Disqus