ગાઝાની બીજી મોટી હોસ્પિટલ પર ઈઝરાયેલનો હુમલોઃ 35નાં મોત

Tuesday 20th February 2024 06:36 EST
 
 

ગાઝાઃ ઈઝરાયલી સેનાના જમીની અને હવાઈ હુમલાએ હવે ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલને બંધ કરવાની ફરજ પાડી છે. ઇઝરાયલી સૈનિકોએ હોસ્પિટલ પર દરોડો પાડ્યો હતો, જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની સારવાર થઈ રહી હતી.
ઇઝરાયલના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા આતંકીઓ હોસ્પિટલમાં છુપાયેલા હતા. જ્યારે પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈઝરાયેલી દળોએ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા. તેમની હોસ્પિટલમાં કોઈ આતંકીને આશ્રય આપવામાં આવ્યો જ નથી. ઇઝરાયેલના આ હુમલામાં કુલ 35 લોકોનાં મોત થયાં હતાં.
30 દેશમાં ‘રન ફોર ગાઝા’
ઇજિપ્તની રાજધાની કેરોમાં 30 દેશોના લોકોએ 'રન ફોર ગાઝા' મેરેથોનમાં ભાગ લીધો હતો. પાંચ કિલોમીટર લાંબી મેરેથોનનો ઉદ્દેશ્ય ગાઝામાં લોકોની સાથે એકતા દર્શાવવા અને તેમને તરત જ માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવાનો હતો. ઇજિપ્તની સાથે અન્ય મુસ્લિમ દેશોમાં પણ ગાઝાના સમર્થનમાં રન ફોર ગાઝા મેરેથોન યોજવામાં આવી હતી. તો અન્ય કેટલીક જગ્યાએ હવે આયોજન કરવામાં આવશે. તમામ મુસ્લિમ દેશો ગાઝામાં થતા નરસંહારને રોકવા માટે ઇઝરાયલને અપીલ કરી રહ્યા છે.


comments powered by Disqus