મોસ્કોઃ યુક્રેનની સામે ચાલી રહેલા લોહિયાળ જંગમાં રશિયાને મોટી સફળતા હાથ લાગી છે. હકીકતમાં રશિયાએ યુક્રેનના અવદિવ્કા શહેર પર કબજો જમાવી લીધો છે. અવદિવ્કા યુક્રેનનું સૌથી મહત્ત્વપૂર્ણ પૂર્વીય શહેર છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સફળતા બદલ સેનાના જવાનોની ભરપૂર પ્રશંસા કરી છે. સાથે સાથે આ જીતને નિર્ણાયક અને મહત્ત્વપૂર્ણ ગણાવી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે સૌથી ખતરનાક લડાઈ પૈકી એક અવદિવ્કા પર કબજાને લઈને ચાલી રહી હતી. રશિયાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, અવદિવ્કા યુક્રેનની સેના માટે એક મજબૂત ડિફેન્સ હબ તરીકે રહ્યા બાદ યુક્રેનને હવે ફટકો પડ્યો છે.
રશિયાએ તેના પર કબજો જમાવી લીધા બાદ હવે યુક્રેનની રશિયા પર હુમલો કરવાની ક્ષમતા પર ખૂબ માઠી અસર થશે. યુક્રેનની સેનાના ચીફે શનિવારે નિવેદન
જારી કરીને કહ્યું હતું કે, રશિયાએ શહેર પર કબજો જમાવી લીધો છે.

