ISKCON પાંડવ સેનાના 30 વર્ષની ઉજવણી

- પાર્થવી સાવલિઆ Wednesday 24th April 2024 06:35 EDT
 
 

લંડનઃ ત્રણ દાયકાથી ISKCON પાંડવ સેના યુવા જૂથ વિશ્વભરમાં યુવાન ભક્તો માટે પ્રેરણા અને સશક્તિકરણનું પ્રતીક બની રહેલ છે. સેવા, કોમ્યુનિટી અને આધ્યાત્મિક વિકાસના સિદ્ધાંતો પર સ્થપાયેલા આ ગતિશીલ સંગઠને ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON)ની અંદર નેતૃત્વની ભાવિ પેઢીના પોષણ માટે પાયારૂપ ભૂમિકા ભજવી છે.
બલિદાન અને ધૈર્યના વિનમ્ર આરંભે, 1990ના દાયકામાં લંડનની શેરીઓમાં વિરોધ દર્શાવનારી પાંડવ સેના આ વર્ષે ભવ્ય ઉજવણીની શૃંખલામાં તેમની સિદ્ધિઓ તરફ ભૂતકાળમાં ડોકિયું કરે છે. અનેક કાર્યક્રમોમાં પ્રથમ ઈવેન્ટ 13 એપ્રિલે જે મંદિરને મુક્ત કરાવવા તેઓ લડ્યા હતા તે ભક્તિવેદાંત મેનોર ખાતે યોજાયો હતો. પાંડવ સેનાના સભ્યોની પેઢીઓએ એકત્ર થઈ પૂર્વ પ્રેસિડેન્ટોએ આપેલા સ્મરણયુક્ત પ્રવચનો થકી સંસ્થાએ વર્ષોના ગાળા દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ તરફ એક નજર નાંખી હતી. અગાઉના ઉત્સવોની યાદ અપાવતા મૂવીઝ તેમજ પાંડવ સેનાના કેટલાક પ્રણેતાઓ દ્વારા દિગ્દર્શિત અને અભિનય કરાયેલા રમૂજયુક્ત પરફોર્મન્સથી તેઓ ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. મહાભારતના પાંડવોના પરાક્રમ અને ગુણોથી પ્રેરિત આ ગ્રૂપે 16થી 36 વયજૂથના યુવા ભક્તોને સાથે લેવાનું અને તેમનામાં હિંમત,સત્યનિષ્ઠા અને સમર્પણ સ્થાપિત કરવાનું ધ્યેય રાખ્યું હતું. તેઓ નાના સ્થાનિક ઈનિશિયેટિવમાંથી ખંડોમાં ફેલાયેલા પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ સાથે વૈશ્વિક ચળવળમાં રૂપાંતરિત થઈ ગયા છે. અન્ય ધાર્મિક અને આધ્યાત્મિક સમુદાયો વચ્ચે સેતુના નિર્માણ થયાં, પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ અને ઈનિશિયેટિવ્ઝની સ્થાપના કરાઈ તેમજ પાંડવ સેનાના ઘણા પુરાણા સભ્યો ઈસ્કોનમાં અને અન્યત્ર ગણનાપાત્ર નેતા બનવા આગળ વધ્યા હતા. આ અગ્રણી વ્યક્તિઓમાંથી ઘણા વિશ્વના શ્રેષ્ઠ હેજ ફંડ ટ્રેડર્સ, નામાંકિત ડોક્ટર્સ, પ્રભાવશાળી સીઈઓઝ, લેખકો અને ઘરઘરમાં ખ્યાતનામ સેલેબ્રિટીઝ બન્યા છે. આ ભક્તોએ આધ્યાત્મિક ચેતનાની જ્યોત અને પાંડવ સેનામાં કેળવી હતી તે સેવામાર્ગને આગળ વધારવાના હેતુને જાળવી રાખ્યો છે.
થોડી સિદ્ધિઓની વાત કરીએ તો, આ સભ્યોએ સમગ્ર યુકેમાં અનેક ચેરિટેબલ ફંડ્સ, કર્મ-ફ્રી રેસ્ટોરાં, જાહેર જનતા માટે ખુલ્લી યોગની જગ્યાઓ, મ્યુઝિક લેબલ્સ, રીટ્રિટ સેન્ટર્સ અને સ્કૂલ્સની સ્થાપના કરી છે. વ્યાપક પ્રેરણાદાયી ઈનિશિયેટિવમાં સંસ્થાએ હજારો યુવકોને આદ્યાત્મિકતા, સાથે જોડાવા, સમાજથી નોખી પાડતી નેતૃત્વની કુશળતાઓ વિકસાવવા તેમજ ઉત્સવો, રીટ્રીટ્સ, સેમીનાર્સ અને સમાજસેવાના પ્રોજેક્ટ્સ થકી આજીવન મિત્રતા જાળવવાનો મંચ પૂરો પાડ્યો છે.
આ પ્રોજેક્ટ્સ બહારથી ગમે તેટલા અનોખા કે અસમાન જણાતા હોય, તેમના હાર્દરૂપ સિદ્ધાંતો એક જ છેઃ વૈષ્ણવદર્શન, ભક્તિ યોગ અને વેદિક ફીલોસોફીની ઊંડી સમજથી આવતી આધ્યાત્મિક જાગરુકતાનું નિર્માણ કરવું, સેવા (નિઃસ્વાર્થ સેવા)ના સિદ્ધાંત પર આધારિત કોમ્યુનિટીની સેવા કરવી, યુવા વર્ગને આધ્યાત્મિક જીવન અને સમાજ, બંનેમાં સશક્ત બનાવવો અને ઈસ્કોન પાંડવ સેનાના અમિટ વારસાને જાળવી રાખવો.
આપણે 30 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સંસ્થા ભક્તોની આગામી પેઢીને આધ્યાત્મિક વિકાસ અને વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ થકી વિશ્વમાં પોઝિટિવ, અસરકારક તફાવત સર્જવાની પ્રેરણા પૂરી પાડતી રહે છે તેમજ યુવાનો અને કોમ્યુનિટી સાથે સંપર્કની ટકાઉ શક્તિના ટેસ્ટામેન્ટ તરીકે તે અડીખમ ઉભી છે.
સતત પરિવર્તનશીલ સમાજમાં ભક્તિયોગના શાશ્વત ડહાપણ અને ભગવદ્ ગીતાના ઉપદેશો યુવા આધ્યાત્મિક શિષ્યો સાથે સમજ ઉભી કરતા રહે છે. પાંડવ સેના સમગ્ર વિશ્વના યુવાનોના ભાવિને માર્ગદર્શન આપવાની નિષ્ઠા સાતે તેના નામને ચરિતાર્થ કરે છે. પાંડવ સેનાની એક વિકસતી શાખા KCSOCપણ સ્થાપનાના લક્ષ્યના સાચા તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણા કોન્સિયસનેસ સોસાયટીના ટુંકા સ્વરૂપે KCSOCસંસ્થા વિશ્વના કોલેજ કેમ્પસીસમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને કોમ્યુનિટીના જોશીલા કેન્દ્ર તરીકે વિદ્યમાન છે. KCSOC વિદ્યાર્થીઓને વેદિક જ્ઞાનને સમજવા, અર્થસભર જ્ઞાનને કેળવવા અને કોમ્યુનિટી માટે સેવા (નિઃસ્વાર્થ સેવા)માં સામેલ થવા આવકાર આપે છે.
સોસાયટી વૈવિધ્યતાને આવકારે છે, તમામ પશ્ચાદભૂ અને આસ્થાની પદ્ધતિઓના વિદ્યાર્થીઓનો સંપર્ક રાખે છે તેમજ ધ્યાનના સત્રો, વર્કશોપ્સ, તત્વદર્શીય ચર્ચા અને પુરાણોના અભ્યાસ જૂથો થકી તેમને એકસૂત્રે બાંધે છે. વિદ્યાર્થીઓને આધ્યાત્મિક ચેતનામાં ડોકિયું કરવા તેમજ વેદિક પાઠોમાં સમજાવ્યા અનુસાર પોતાની જ અને વૈશ્વિક પ્રકૃતિ સંદર્ભે સત્યોને શોધવાની તક સાંપડે છે.
આ ઝડપી ગતિશીલ વિશ્વમાં વધુ અને વધુ યુવા લોકો હેતુ અને અર્થપૂર્ણ સંબંધોને તલાશે છે ત્યારે KCSOC અન્યોને સેવા અને સમર્પણની બાવના સાથે જીવવાની પ્રેરણા આપવા વેદિક જ્ઞાનની શાશ્વતતા, અનુકંપા અને નિઃસ્વાર્થતાને પુરવાર કરે છે.
30 વર્ષ પસાર થઈ ગયાં છે ત્યારે પાંડવ સેના વિકાસ કરવા સાથે ભારતીય વારસા, આધ્યાત્મિકતા અને પ્રતિબદ્ધતાનું દર્શન કરાવતી રહી છે. કોમ્યુનિટી જેઓ ઉત્સાહી છે, જેઓ કારણ શોધે છે અને સમાજના ચડાવઉતારમાં તળિયે રહેવા ઈચ્છે છે છતાં, ભવિષ્યના નેતા તરીકે બહાર આવવા ઈચ્છતા યુવાનોને સાથે રાખવાનું ધ્યેય રાખે છે.


comments powered by Disqus