હાઉસ ઓફ કોમન્સમાં જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યાં

Wednesday 24th January 2024 07:19 EST
 
 

લંડનઃ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી વિશ્વભરમાં ચાલી રહી છે. 19 જાન્યુઆરીના શુક્રવારના રોજ સનાતન સંસ્થા યુકે દ્વારા બ્રિટિશ સંસદ પરિસરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી હાથ ધરાઇ હતી.
હાઉસ ઓફ કોમન્સમાં જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા હતા. સમારોહનો પ્રારંભ ભજન પ્રસ્તુતિ સાથે કરાયો હતો. ત્યારબાદ સનાતન સંસ્થા યુકેના સભ્યો દ્વારા કાકભુસુન્ડી સંવાદ રજૂ કરાયો હતો. સમારોહમાં ગીતાના 12મા અધ્યાયના આધારે શ્રીકૃષ્ણની જીવનગાથા પણ રજૂ કરાઇ હતી.
સમારોહમાં હેરોના સાંસદ બોબ બ્લેકમેન સહિત બ્રહ્મઋષિ આશ્રમના સ્વામી સૂર્યા પ્રભા દીદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં યુકેના 200 જેટલા મંદિર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન અને સંગઠનો દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને યુકે ડેકલેરેશન મોકલી અપાયું હતું.


comments powered by Disqus