અમદાવાદ: અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાને વધાવવા સહુ કોઇ આગવી રીતે પ્રયત્નશીલ છે. ભગવાન રામની સેવા માટે અનેક પ્રકારની સામગ્રી ભકતો દ્વારા અયોધ્યા પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ દિવ્ય પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદના (એસજીવીપી) અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા અનોખી સેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભગવાન રામના મંદિર પરિસરમાં દર્શન કરવા આવતા વડીલો તેમજ દિવ્યાંગોને દર્શન કરવામાં અનુકૂળતા રહે તે માટે 108 વ્હીલ ચેર શ્રી રામ મંદિરમાં સમર્પિત કરવામા આવશે.

