કંબોડિયામાં સાઇબર સ્લેવરીથી 14 ભારતીયને ઉગારાયા

Wednesday 24th July 2024 07:48 EDT
 
 

નવી દિલ્હીઃ 14 ભારતીયોને છેતરપિંડીથી કંબોડિયા લઈ જઈને સાઈબર કૌભાંડમાં જબરજસ્તી ધકેલી દેવાયા હતા. તે 14 ભારતીયોએ હવે ભારતના દૂતાવાસને તેમની ભારતવાપસી માટે મદદ કરવા અપીલ કરી છે. કૌભાંડનો ભોગ બનેલા આ ભારતીયો પૈકી મોટાભાગના ઉત્તરપ્રદેશ અને બિહારના છે, જેમને સ્થાનિક પોલીસે ઉગારી લીધા છે, ભારતવાપસીની પ્રતીક્ષા કરતાં તેમને સ્વૈચ્છિક સંસ્થામાં આશરો અપાયો છે. અહેવાલે એક ખતરનાક નોકરી કૌભાંડ તરફ બધાનું ધ્યાન દોર્યું છે. 


comments powered by Disqus