ખૈબરપખ્તુનખ્વાંમાં બળવોઃ પાકિસ્તાન સૈન્ય વિરુદ્વ 10 હજાર લોકો રસ્તા પર ઉતર્યા

Wednesday 24th July 2024 07:48 EDT
 
 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સરહદી વિસ્તાર ખૈબર પખ્તુનમાં સેના વિરુદ્ધ લોકોએ બળવો કર્યો છે. 10 હજારથી વધુ પખ્તુનો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવકારો સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દેખાવકારોનું કહેવું છે કે સરકાર અને સેના આ વિસ્તારમાં આતંક મચાવે છે. પાકિસ્તાની સેનાને લીધે અશાંતિ છે અને તેના કારણે આતંકી હુમલા પણ વધી રહ્યા છે.
લોકો ખૈબર પખ્તુન વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશનને રોકવાની માગ કરી રહ્યા છે. દેખાવકાર જમાલુદ્દીન વઝીરના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 20 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે, તેમ છતાં શાંતિ સ્થાપિત થઈ નથી. દેખાવકારોએ પાકિસ્તાની સેના પર આતંકવાદના નામે સામાન્ય લોકોને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે જ્યારે દેખાવકારોએ આર્મી કેમ્પને ઘેરી લીધું ત્યારે સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 7 લોકોનાં મોત થયાં છે.


comments powered by Disqus