ટોકયોઃ હાલ જાપાનમાં કોવિડનો નવો વેરિએન્ટ કેપી.3 લોકોના જીવ પર આફત સમાન બની રહ્યો છે. ગત થોડાં અઠવાડિયામાં આ વેરિએન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ગત મહિનામાં કોરોનાના નવા વેરિએન્ટ FLIRTના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જાપાનમાં હાલ નવા વેરિએન્ટના કેસ 55 હજારને પાર પહોંચ્યા છે.

