પાક.ના સિંધમાં હિન્દુ બાળકી ગુમઃ માતા-પિતાનો દેખાવ

Wednesday 24th July 2024 07:48 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 2021માં ગુમ થઇ ગયેલી સાત વર્ષની પુત્રીના માતા - પિતાએ એને પાછી મેળવવા માટે કરાચી શહેરમાં વિરોધ – દેખાવો કર્યા હતા.
પ્રિયા કુમારી નામની આ સાત વર્ષની કન્યા, 2021માં પાકિસ્તાના દક્ષિણ સિંધ પ્રાંતના સુક્કુર પાસેના નાના શહેર સંગરારમાં યોજાયેલા મોહર્રમ આશુરાના સરઘસમાં જોડાયેલાઓને શરબત પીવડાવવાનું કામ કરતા કરતા ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. પ્રિયાના શોકસંતાન પિતા રાજકુમાર પાલ અને માતા વીણા કુમારીએ પોતાની ખોવાયેલી પુત્રીહજી પાછી મળી નહીં હોવાની લોકોને યાદ અપાવવા માટે કરાચીના કિલફટોન વિસ્તારમાં પ્રસિધ્ધ તીન તલવાર લેન્ડમાર્ક
ખાતે શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


comments powered by Disqus