ઢાકાઃ બાંગ્લાદેશમાં પૂર્વ સેના પ્રમુખ, પોલીસ અધિકારી, ટેક્સ ઓફિસર અને ઘણા સરકારી કર્મચારીના ભ્રષ્ટાચારના મામલા પ્રકાશમાં આવ્યા છે, જેમાં હવે પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્યૂનનું નામ પણ સામેલ થયું છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના નોકર પાસે રૂ. 284 કરોડની સંપત્તિ છે. તેની પાસે ખાનગી હેલિકોપ્ટર છે અને એનો ઉપયોગ ગમે ત્યાં મુસાફરી કરવા કરે છે. ઢાકા મીડિયાના જણાવ્યા પ્રમાણે આ નોકરનું નામ જહાંગીર આલમ છે, જે શેખ હસીનાના ઘરે મહેમાનોને પાણી પીવડાવતો હતો.
જહાંગીરે પ્રધાનમંત્રીની ઓફિસ અને ઘરનું કામ તે જ સંભાળતો હોવાનું જણાવી ઘણા લોકો પાસેથી લાંચ લીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જો કે તેના પર કાર્યવાહી થાય તે પહેલાં જ જહાંગીર અમેરિકા ભાગી ગયો છે.

