ચીનનો ફિલિપિન્સ પર ગલવાન ઘાટી જેવો હુમલો

Wednesday 26th June 2024 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ ચીને દક્ષિણ ચીન સાગરમાં એકવાર ફરી ગલવાન ઘાટી જેવો હુમલાને અંજામ આપ્યો, પરંતુ આ વખતે ચીને ભારત નહીં ફિલિપિન્સની સેનાને ટાર્ગેટ કરી છે. ચીની સૈનિકોએ હથોડા અને ચાકુ જેવાં હથિયારોથી સજ્જ થઈ ફિલિપિન્સના જવાનોને 8 બોટથી ઘેરી લીધા અને તેમની બોટ પર હુમલો કરી તેમનાં હથિયારોની લૂંટ ચલાવી હતી. આ અંગે ફિલિપિન્સે ચીનને સમુદ્રી ડાકુ તરીકે ગણાવ્યું છે.
ચીન અને ફિલિપિન્સ વચ્ચે આ વિસ્તારને લઈને ઘર્ષણ થતું રહે છે. આ વખતે ચીની તટરક્ષક કર્મચારીઓ 8 મોટર બોટમાં આવ્યા હતા અને ફિલિપિન્સ નેવીની બોટ્સને વારંવાર ટક્કર મારી હતી અને બોટ્સને ચાકુ અને હથોડાથી ક્ષતિગ્રસ્ત કરી હતી.


comments powered by Disqus