નવી દિલ્હીઃ યુક્રેન સામે લડી રહેલા 10 ભારતીયોને રશિયાએ વતન પરત મોકલ્યા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, 11 જૂને બે ભારતીય નાગરિકોના મૃત્યુ પછી કેન્દ્ર સરકારે રશિયન એમ્બેસી અને રશિયાને કડક શબ્દોમાં ભારતીય નાગરિકોને શક્ય એટલી ઝડપથી ફરજમુક્ત કરવા જણાવ્યું હતું.

