કાશીના જ્ઞાનવાપી સંકુલમાં વિશાળ હિન્દુ મંદિર હોવાના બીજા અનેક પુરાવા સામે આવ્યા છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ના રિપોર્ટમાં આ બાબત પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે, સંકુલમાં મંદિર હોવાના પુરાવા છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, છતાં પુરાવાને નષ્ટ કરી શકાયા નથી. આ ખૂબ જ મહત્ત્વના રિપોર્ટમાં જીપીઆરથી કરવામાં આવેલી તપાસના આધાર પર એએસઆઇએ કહ્યું છે કે ભોંયરામાં બે મીટર પહોળો કુવો છે. વિવાદાસ્પદ ઈમારતને લઇને સરવે કરનાર ટીમમાં મુસ્લિમ સમુદાયના બે પુરાત્વ નિષ્ણાત ડો. ઇઝહાર આલમ હાશ્મી અને ડો. આફતાબ હુસૈન પણ સામેલ હતા. વર્તમાન માળખાના નિર્માણથી પહેલા અહીં એક વિશાળ મંદિર હતું.
•••
(1) સંકુલમાં રહેલા વિશાળ મંદિરમાં મોટા કેન્દ્રીય રૂમની વ્યવસ્થા હતી. જેનો પ્રવેશદ્ધાર પશ્ચિમથી હતો. જેને પથ્થર લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો.
(2) કેન્દ્રીય રૂમના મુખ્ય પ્રવેશ દ્વારને પ્રાણીઓ અને પક્ષીઓના નક્શીકામ અને સજાવટના તોરણ સાથે સજાવવાનુ કામ થયું હતુ.
(3) પ્રવેશ દ્વારની ઉપરના હિસ્સા પર બનેલા નક્શીકામના હિસ્સાને કાપી નાંખવામાં આવ્યો હતો. કેટલાક હિસ્સાને પથ્થરો, ઈંટોથી ઢાકી દેવામાં આવ્યા હતા.
(4) તહખાનામાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના ત્રણ રૂમના અવશેષને પણ જોઇ શકાય છે. રૂમના અવશેષ પૂર્વ દિશા.
(5) ઈમારતમાં પહેલાથી જ રહેલી રચના પર પ્રાણીઓની આકૃતિઓ હતી. 17મી સદીની મસ્જિદ માટે આ યોગ્ય ન હતા. જેથી આને દુર કરી દેવામાં આવી હતી.
(6) મસ્જિદના વિસ્તરણ અને સ્તંભયુક્ત બહારના હિસ્સાના નિર્માણ માટે પહેલાથી જ રહેલા મંદિરના કેટલાક હિસ્સા જેમ કે થાંભળા, સ્તંભનો ઉપયોગ ખુબ ઓછો કરાયો છે.
(7) ઈમારતની પશ્ચિમી દિવાલ (પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલા મંદિરનો બાકીનો ભાગ) પથ્થરોથી બનેલી છે અને તે સંપૂર્ણ રીતે સજ્જ છે.
(8) ઉત્તર અને દક્ષિણ હોલના કમાનવાળા પ્રવેશદ્વારોને બંધ કરી દેવાયા છે અને હૉલમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
(9) ઉત્તરીય પ્રવેશદ્વાર પર છત તરફ જતી સીડીઓ હજુ પણ ઉપયોગમાં છે. જ્યારે છત તરફ જતા દક્ષિણના પ્રવેશદ્વારને પથ્થરથી બંધ કરી દેવાયો છે.
(10) રિપોર્ટ દર્શાવે છે, કોઈપણ ઈમારતની કલા અને સ્થાપત્ય તેની તારીખ જ નહીં પરંતુ તેની પ્રકૃતિ પણ દર્શાવે છે. મધ્ય ખંડના કર્ણ-રથ અને પ્રતિ-રથ પશ્ચિમ દિશાની બંને બાજુએ દેખાય છે.
(11) સૌથી મહત્વપૂર્ણ પ્રતીક 'સ્વસ્તિક' છે.
આ પુરાવા પણ ધ્યાને લેવાયા...
• મસ્જિદના એક સ્તંભ પર સંવત 1669 લખ્યું છે. જ્યારે ઔરંગઝેબે મસ્જિદ 1676-77માં બનાવી હતી.
• ઔરંગઝેબની જીવની માસિર-એ-આલમિગરમાં ઉલ્લેખ છે કે ઔરંગઝેબે આ વિસ્તારના તમામ મંદિરો-શાળાઓને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એ વખતે જ કાશીમાં વિશ્વનાથ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.
• સંરચનાના અગાઉના શિલાલેખોના પુનઃ ઉપયોગથી ખ્યાલ આવે છે કે અગાઉના માળખાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને તેના હિસ્સાનો હાલના માળખા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
• દરવાજાઓ પર પશુ-પક્ષીઓના ચિત્ર છે. ઓસરીમાં કુવો પણ મળ્યો છે.
• એએસઆઇના સરવેમાં 34 શિલાલેખ રેકોર્ડમાં લેવાયા છે.
તેના પર દેવનાગરી - ગ્રંથ લિપિ, તેલુગુ અને કન્નડ ભાષાના લખાણ છે.
• જ્ઞાનવાપી પરિસરની મધ્યના ચેમ્બરમાં ફૂલોની ડિઝાઈન મળી છે. તેને પશ્ચિમ દિશામાં પથ્થર મૂકીને બંધ કરવામાં આવી હતી. પ્રવેશદ્વાર પર પક્ષી અને તોરણ બનાવવામાં આવ્યા છે, પણ તેને તોડી પડાયા છે.
• મસ્જિદની સામે વધુ લોકો એકત્ર થઈ શકે એ માટે પૂર્વમાં વધારાની જગ્યાના પ્લેટફોર્મ તરીકે ભોંયરું બનાવવામાં આવ્યું છે. ભોંયરુ બનાવવા માટે મંદિરના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક સ્તંભ પર ઘંટડીઓ અને ચારેતરફ લેમ્પ બન્યા
છે. તેના પર સંવત 1669 (એટલે કે 1 જાન્યુઆરી 1613 શુક્રવાર) લખ્યું છે.
• ભોંયરામાં એસ2માં કાટમાળ નીચે હિન્દુ દેવી-દેવતાઓના પ્રતીકો મળી આવ્યા છે. એટલે કે મસ્જિદની નીચે મૂર્તિઓ હતી. - એક ઓરડામાં અરબી-ફારસી લખાણ સાથે પથ્થર મળ્યા છે. જેના પર લખ્યું છે કે મસ્જિદનું નિર્માણ મુઘલ શાસક ઔરંગઝેબના 20મા શાસનકાળ (1676- 77)માં કરવામાં આવ્યું હતું.
• આ પથ્થર પર એમ પણ લખવામાં આવ્યું છે કે 1792-93માં મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ પથ્થરનો ફોટો એએસઆઇના 1965-66ના રેકોર્ડમાં પણ છે. તાજા સરવેમાં આ પથ્થર મસ્જિદના એક ઓરડામાંથી મળ્યો છે. જોકે મસ્જિદના નિર્માણ તથા વિસ્તાર સંબંધિત લખાણ ઘસી નાખવામાં આવ્યું છે.
સર્વે ટીમમાં બે મુસ્લિમ પુરાતત્વ નિષ્ણાત

