ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા શુભેચ્છકો અને વાચકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા 29 જાન્યુઆરી, 2024ના દિવસે હેરોના સંગત સેન્ટર ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ ઈવેન્ટની તસવીરમાં ડાબેથી જમણી તરફ નવીન શાહ CBE, પ્રિમેશ પટેલ, સુસાન હોલ AM, કાઉન્સિલર અંજના પટેલ, મેયરેસ વૈશાલી શાહ, વેલ્વીન હેટફિલ્ડના મેયર કાઉન્સિલર પંકિત શાહ, ઓમ કેરના CEO પ્રણવ વોરા, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન, સી.બી. પટેલ, ચીનુ કિશોર, ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર, કૃષ્ણા પૂજારા, સ્મિતા જોશી, પૂજા રાવલ, મહેશ ગઢવી, કૃપેશ હિરાણી AM, અબ્બાસ મેરાલી, અને મહેશ લિલોરિયા દષ્ટિગોચર થાય છે.

