આસામના એવિએશન એન્જીનીઅરે ગરદન અને કમરની ગાદીની તકલીફમાંથી મિશન હેલ્થની સારવારથી સંપૂર્ણ રાહત મેળવી

ડોક્ટર્સ દ્વારા બીટ્ટુપન, સ્પાઈનની સર્જરી વિના પેરાલિટિક થઇ જશે તેવું જણાવવામાં આવ્યું હતું

Wednesday 31st January 2024 07:38 EST
 
 

આસામના એવિએશન એન્જીનીઅર બીટ્ટુપન બોહરા છેલ્લા 6 મહિનાથી થતાં કમર અને ગરદનના દુખાવા અને હાથ અને પગમાં થતી ખાલી- ઝણઝણાટીથી ત્રસ્ત હતા. સ્પાઈનનો MRI કરાવતા ગરદન અને કમરના મણકાની ગાદી બહાર આવી કરોડરજ્જુ પર દબાણ કરતી હોવાનું જાણવા મળ્યું. જે માટે તેણે ભારતભરમાં અલગ અલગ દિલ્લી, ચંદીગઢ, બેંગ્લોર બધાજ ડોક્ટરોને બતાવતા સર્જરીજ એક માત્ર ઉપાય હોવાનું જાણવા મળ્યું. જેની માટે બીટ્ટુપન જરા પણ તૈયાર નોહ્તો.
 તેની માટે ધીમે ધીમે બેસવું, ઉભા રહેવું તેમજ ચાલવું અત્યંત પીડાદાયી બની ગયું હતું. એટલામાંજ તેને અમદાવાદ સ્થિત એક મિત્ર દ્વારા મિશન હેલ્થની જાણ થતા, તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઈ સારવાર શરૂ કરી. અહીં આપવામાં આવેલ નોન સર્જીકલ સ્પાઈનલ ડીકમ્પ્રેશન થેરાપી, ઝેનોન થેરાપી, સ્ટિમ્યુલન્ટ ટ્રીટમેન્ટ, મોબિલિટી એન્ડ એડવાન્સ્ડ કોર સ્ટેબિલિટી કસરતોના માત્ર 20 સેશનના અંતે બીટ્ટુપન ગરદન, કમરની તમામ તકલીફોમાંથી સંપૂર્ણપણે 100% રાહત મેળવી 45 મિનિટથી વધુ સમય ઊભા રહેવા- ચાલવા સક્ષમ બન્યો તેમજ તુરંતજ પોતાની ડ્યુટી તરફ પાછો વળ્યો !


comments powered by Disqus