ઈઝરાયલ સૈન્ય અભિયાન રોકશેઃ હમાસ 100 બંધકો છોડશે

Wednesday 31st January 2024 06:30 EST
 
 

તેલઅવીવ: હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધમાં ફરી રાહતના સંકેત સામે આવ્યા છે. હમાસ તરફથી મધ્યસ્થતા કરી રહેલા કતર અને ઈઝરાયલ તરફથી અમેરિકામાં સંઘર્ષ વિરામ પર સહમતિ થઈ ગઈ છે.
સમજૂતીમાં સામે આવ્યું છે કે ઇઝરાયલ ગાઝામાં 2 મહિના માટે સૈન્ય અભિયાનને રોકશે. તેના બદલામાં હમાસ 100થી વધુ બંધકોને મુક્ત કરશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કતર અને મિસ્રના નેતાઓ સાથે વાત કરી હતી. સીઆઈએ ચીફ વિલિયમ બર્ન્સ પેરિસ પહોંચી ગયા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં યુએનના ઘણા કર્મીચારી સામેલ હોવાના આરોપ છે. ત્યારબાદ અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટલી, ઓસ્ટ્રેલિયા અને ફિનલેન્ડે ગાઝાની નાણાકીય સહાયતા રોકી દીધી છે.


comments powered by Disqus