ઈસ્લામિક દેશ સાઉદીમાં સૌપ્રથમ વખત લીકર સ્ટોર ખૂલશેઃ બિનમુસ્લિમ જ ખરીદી શકશે

Wednesday 31st January 2024 06:30 EST
 
 

રિયાધઃ જ્યાં દારૂના સેવન બદલ કોરડાથી માંડીને જેલ અને દેશનિકાલ સુધીની સજા સાથેના કડક કાયદા છે તેવો રૂઢિચુસ્ત ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયા પોતાનો પહેલો લિકર સ્ટોર શરૂ કરવા તૈયારી કરી રહ્યો છે.
આ લિકર સ્ટોર સાઉદીની રાજધાની રિયાધમાં ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં ખૂલશે, જે માત્ર બિનમુસ્લિમ રાજદ્વારીઓ માટે હશે. બિનમુસ્લિમ પ્રવાસીઓ ત્યાંથી દારૂ ખરીદી શકશે કે કેમ તે જાણી શકાયું નથી. લિકર સ્ટોરમાંથી દારૂ ખરીદવા માટે મોબાઈલ એપ પર રજિસ્ટ્રેશન કરાવી વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવાનો રહેશે. મંથલી ક્વોટા પણ નિર્ધારિત રહેશે.
સાઉદીને પર્યટન અને વ્યવસાયમાં આગળ વધારી શકાય તે માટેનું આ પગલું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સીમાચિહન ગણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઉદીમાં દારૂના સેવન વિરુદ્ધ કડક કાયદા છે. દંડ, કોરડા, જેલ અને દેશનિકાલની પણ જોગવાઈ છે. આ કાયદાઓ હેઠળ અગાઉ માત્ર સાઉદીના નાગરિકોને જ નહીં. વિદેશીઓને પણ સજા થતી હતી. બાદમાં સરકારે કોરડા મારવાની સજાને જેલવાસમાં ફેરવી હતી.


comments powered by Disqus