ઓસ્ટ્રેલિયાના ફિલિપ ટાપુએ ડૂબી જવાથી 4 ભારતીયનાં મોત

Wednesday 31st January 2024 06:31 EST
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ફિલિપ ટાપુ પાસેના દરિયામાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થી સહિત 4 ભારતીયનાં મોત થયાં છે.
એક અધિકારીએ જણાવ્યું કે, વિક્ટોરિયામાં 20 વર્ષ પછી આટલી મોટી દુર્ઘટના થઈ છે. મૃતકોમાં જગજિતસિંહ, સુહાની આનંદ, કીર્તિ બેદી અને રીમા સોઢીનો સમાવેશ થાય છે. જગજિત, સુહાની અને કીર્તિ વિદ્યાર્થી હતા અને ક્લાઇડ વિસ્તારમાં રહેતા હતા. રીમા થોડા દિવસ પહેલા ભારતથી ઓસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી જ્યારે કીર્તિ બેદી અને સુહાની સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયાં હતાં. અત્યાર સુધીની માહિતી મુજબ માર્યા ગયેલા તમામ લોકો સગા-સંબંધી હતાં, જેઓ 10 લોકોના જૂથ સાથે પિકનિક માટે આવ્યાં હતાં.


comments powered by Disqus