નવી દિલ્હીઃ જર્મનીમાં ભારતીયો અન્ય કોઈ પણ દેશના લોકોની સરખામણીમાં સૌથી વધારે કમાણી કરી રહ્યા છે. તેમની પ્રતિ માસ આવક આશરે રૂ.5 લાખ છે. બીજી બાજુ આ જ કેટેગરીમાં બિનપ્રવાસી જૂથોની સરેરાશ આવક રૂ. 2.6 લાખ પ્રતિમાસ છે. આમ ભારતીયો અન્ય દેશના અને જર્મનીના લોકોથી વેતનના મામલે આગળ છે. ગતવર્ષના આંકડાને જોતાં આ આંકડો 5.1 ટકા વધારે છે.
બીજી બાજુ જર્મની કર્મચારીઓના સરેરાશ વેતનમાં માત્ર 3.9 ટકાનો વધારો થયો છે. જર્મનીમાં ભારતીય સૌથી વધારે કમાણી કરે છે. હકીકતમાં જ્યારે જર્મનીએ બહારના લોકોને કામ કરવાની તક આપવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા ભારતીયોને જ તક અપાઇ હતી. યુરોપિયન સંઘમાં પ્રોફેશનલ પ્રવાસીઓના આંકડાને જોવામાં આવે તો 2022ના અંત સુધી વર્ક વિઝા પર જર્મનીમાં 455000 લોકો રહેતા હતા.

