ફોન પર થતી વાતચીતને સિક્રેટ રાખશે આ સાઇલન્ટ માસ્ક

Wednesday 31st January 2024 07:36 EST
 
 

પેરિસઃ કેટલીક વખત આપણે પબ્લિક પ્લેસ પર હોઇએ છીએ અને એ જ વખતે પર્સનલ કોલ આવી જાય છે. આવી સ્થિતિમાં વાત કરવી મુશ્કેલ બની જાય છે. આસમસ્યાને દૂર કરવા માટે ફ્રાન્સની સ્કાઈટેડ કંપનીએ એક ખાસ પ્રકારનો માસ્ક તૈયાર કર્યો છે. ‘સાઈલન્ટ માસ્ક’ તરીકે ઓળખાવાયેલા આ માસ્કની ખાસ વિશેષતા એ છે કે તેને મોં પર પહેરવામાં આવ્યા બાદ યુઝર્સનો અવાજ બહાર જશે નહીં. આ માસ્કને જેટ એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતી નોઇઝ રિડ્યુશીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિકની મદદથી વિકસાવાયેલો આ માસ્ક સંબંધિત અવાજને ઘટાડીને 25 ડેસિબલ સુધી લઇ જઈ શકાય છે. આથી જો યુઝરની સામે કોઇ વ્યક્તિ હશે તો પણ તે વ્યક્તિ અવાજને સાંભળી શકશે નહીં. આમાં એક માઇક છે જે અવાજને અંદર લઇ જાય છે અને બ્લૂટૂથના માધ્યમથી ફોન સુધી પહોંચે છે. એટલું જ નહીં, યુઝર્સ સરળતાથી શ્વાસ લઇ શકે તે માટે આ માસ્કમાં વેન્ટિલેશન સિસ્ટમ પણ છે. આની કિંમત આશરે 30 હજાર રૂપિયા છે.


comments powered by Disqus