કાઠમંઠુઃ નેપાળના વિદેશમંત્રી એન.પી. સઈદે શનિવારે જણાવ્યું હતું કે, સુસ્તા અને કાલાપાની સિવાય ભારત સાથે કોઈ સીમાવિવાદ નથી. નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદને મોટો રાજકીય મુદ્દો બનાવવાને બદલે સંવાદ દ્વારા સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી શકાય છે. બંને દેશો સમાન ઇતિહાસ અને ભૂગોળ ધરાવે છે અને એકસમાન સંસ્કૃતિથી બંધાયેલા છે. ભારત અને નેપાળ વચ્ચે 1,850 કિ.મી. લાંબી સરહદ છે. કાઠમંડુએ 2020માં એક નવો રાજકીય નકશો પ્રકાશિત કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તંગદિલી ઊભી થઈ હતી.

