મોઈઝ્ઝુનું રાષ્ટ્રપતિપદ જોખમમાં: સંસદીય ચૂંટણીમાં ભારત સ્થાનિક મુદ્દો

Wednesday 31st January 2024 06:30 EST
 
 

માલેઃ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુ સંકટમાં છે. માલદીવની સૌથી મોટી વિપક્ષી પાર્ટી એમડીપી મોઇઝ્ઝુ વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે. આ પછી મોઇઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થશે. મહત્ત્વની વાત એ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સોલિહની પાર્ટી એમડીપી પાસે સંસદમાં બહુમતી છે. આવી સ્થિતિમાં મોહમ્મદ મોઇઝ્ઝુની ખુરશી પર સંકટનાં વાદળો છવાઈ રહ્યાં છે.
મોઇઝુની મુશ્કેલી વધી
ભારત અને માલદીવ વચ્ચે તણાવભર્યા માહોલ વચ્ચે રાજધાની માલેના લોકો ભારત પ્રત્યે મૈત્રીભાવ વલણ ધરાવે છે. માલદીવમાં 17 માર્ચે સંસદીય ચૂંટણીમાં મોઇઝ્ઝુની પાર્ટી પીએનસી બહુમત મેળવવાના પ્રયાસમાં છે. હાલમાં 93 બેઠકોની સંસદમાં માત્ર 3 બેઠકો છે. સૌથી મોટો પક્ષ ભારત તરફી એમડીપી છે.
સદીઓ જૂની દોસ્તી: મોઇઝ્ઝુ
પીએમ મોદીની લક્ષદ્વીપની તસવીરો બાદ છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવના સંબંધો વચ્ચે ખટાશ આવી ગઈ છે. જો કે આ જ તણાવભર્યા સંબંધ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુએ બંને દેશો વચ્ચેના સંબંધોને યાદ કરાવતાં કહ્યું હતું કે માલદીવ અને ભારતની દોસ્તી સદીઓ જૂની છે.
માલદીવ ગૃહમાં મારામારી
માલદીવના સંસદગૃહમાં રવિવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુના ગઠબંધન પક્ષ અને વિપક્ષી સાંસદો વચ્ચે મારામારીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ચીન તરફી મોઇઝ્ઝુના મંત્રીમંડળના 4 સભ્યના કાર્યકાળમાં મંજૂરી આપવા માટે વિશેષ સત્રમાં મતદાન શરૂ કરાયુંું હતું. એ પહેલાં જ ભારત સમર્થક વિપક્ષી દળે વિરોધ કર્યો, જે અંગે શાસક પક્ષના સાંસદોએ વિપક્ષી સભ્યોને પગ નીચે દબાવીને માર્યા હતા. શાસક પક્ષે સંસદનો દરવાજો બંધ કરી એકતરફી મતદાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
મિલિટરી એક્સચેન્જ પ્રોગ્રામ રદ કર્યો
માલદીવે ભારત સાથેના તમામ એક્સચેન્જ પ્રોગ્રામ રદ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને માલદીવ વચ્ચે સૈન્ય, આરોગ્ય, શિક્ષણ, સાંસ્કૃતિક અને દરિયાઈ સંશોધન સંબંધિત વિનિમય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. માલદીવ સરકારનો એક્સચેન્જ પ્રોગ્રામ રદ કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુની ચીનની મુલાકાત પછીનો છે. ભારતીય સૈનિકોને 15 માર્ચ સુધીનું અલ્ટિમેટમ અપાયું છે, તો, 17મીએ ત્યાં વોટિંગ થશે


comments powered by Disqus