વિશ્વના સૌથી મોટા ક્રૂઝ શિપની સફરનો પ્રારંભ

Wednesday 31st January 2024 07:32 EST
 
 

મિયામીઃ વિશ્વના સૌથી મોટા ક્રૂઝ શિપ ‘આઈકોન ઓફ ધ સીઝ’એ ફ્લોરિડાના મિયામી પોર્ટથી ઐતિહાસિક સફરનો આરંભ કર્યો છે. જહાજમાં એક સાથે 2,350 ક્રૂ મેમ્બર્સ સાથે 7,600 મુસાફરો એટલે કે 10 હજાર લોકો પ્રવાસ કરી શકે છે. લગભગ 1,200 ફીટ લાંબું આ ક્રૂઝ શિપ એટલું તો વિશાળ છે કે તેને આઠ અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.
આ શાનદાર ક્રૂઝમાં 6 વોટરસ્લાઈડ્સ, 7 સ્વિમિંગ પૂલ, એક આઈસ સ્કેટિંગ રિંક, એક થિયેટર, 50થી વધુ રેસ્ટોરાં - બાર અને 20 તો ડેક છે! ક્રૂઝમાં ઓપન એર સેન્ટ્રલ પાર્ક પણ છે. જેમાં, ચારેતરફ છોડની દિવાલો છે. એક્વાડોમમાં બનાવાયેલોલો
55 ફૂટનો વોટરફોટ ખૂબ જ આકર્ષક છે. એકવા થિયેટરમાં લાઈવ એકશન મૂવી અને થિયેટ્રિકલ જેવા શો છે.
આ જહાજમાં 5,813 ચોરસ ફૂટમાં પૂલ બને છે.
 એફિલ ટાવર કરતાં ઊંચું, ટાઇટેનિક કરતાં પાંચ ગણું મોટું
કદની સરખામણી કરીએ તો આ ક્રૂઝનું કદ ટાઇટેનિક કરતાં પાંચ ગણું મોટું છે. તેની લંબાઇ 1200 ફૂટ છે. આશરે 16,000 કરોડના ખર્ચે તેનું નિર્માણ થયું છે અને આ જહાજને તૈયાર કરવામાં 900 દિવસનો સમય લાગ્યો છે.
 આ વિશાળ જહાજનું વજન 2.5 લાખ ટન કરતાં પણ વધુ છે, જે 46,329 ટનના ટાઈટેનિકથી પાંચ ગણુ છે. આ જહાજ એફિલ ટાવરની ઉચાઇ કરતા પણ વધારે ઉચાઇ ધરાવે છે. આ ભવ્યાતિભવ્ય ક્રૂઝ શિપ એટલું મોટુ છે કે તેને 20 ડેકમાં વિભાજિત કરવાની ફરજ પડી છે. આમાં લોકો મોજમસ્તી કરી શકશે.
આ ક્રૂઝમાં મળતી તમામ પ્રકારની મોજશોખની સુવિધાઓને કારણે તેનું 7 દિવસનું પેકેજ લગભગ રૂ. 84 લાખનું છે. જ્યારે તેના બે માળના આઈકોન લોફ્ટનો પેકેજ રેટ રૂ. 54 લાખ છે. પેકેજ આટલું મોંઘું હોવા છતાં આ ક્રૂઝની 2025 સુધીની તમામ ટ્રીપ હાઉસફૂલ થઈ છે. રોયલ કેરેબિયને જાહેરાત કરી છે કે પર્યટકોનો ધસારો જોઇને તે નિયત પ્લાનિંગથી પણ ત્રણ મહિના પહેલાં 2025-2026 માટે બુકિંગની શરૂઆત કરશે.


comments powered by Disqus