હાથરસ: ઉત્તર પ્રદેશનાં હાથરસમાં લાડુપર ગામમાં પદ્મ વિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્યની રામકથાનું આયોજન કરાયું છે. દરમિયાન કથા સમયે તેમણે એક નિવેદનમાં કહ્યું કે ક્રાંતી વિના આપણને શ્રીકૃષ્ણ જન્મભૂમિ નહીં મળે. કથાની વચ્ચે તેમણે કહ્યું કે, હવે મુરલીથી કામ નહીં ચાલ, સુદર્શન ઉઠાવવું પડશે. વ્રજ ભૂમિને ફરી એકવાર ક્રાંતીમય બનાવવી પડશે. અયોધ્યામાં તો આપણે રામ મંદિર બનાવી લીધું હવે કાશી વિશ્વનાથ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિનો વારો છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાનાં અપમાનનો બદલો લેવો જોઈએ. રામભદ્રાચાર્યની કથા સાંભળવા હજારોની જનમેદની ઉમટી રહી છે. કથાના બીજા દિવસે તેમણે રામ કથાનું વાંચન કર્યું અને રામચરિત માનસના પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

