પ્રજાસત્તાક દિન પરેડની સલામી ઝીલતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન ગુજરાતના ટેબ્લોએ ધોરડોની સંસ્કૃતિને દર્શાવી હતી. સેનાની ત્રણેય પાંખ દ્વારા હથિયારો અને મિસાઇલો સાથે શક્તિપ્રદર્શન કરાયું હતું. તો સેનાની વિવિધ બટાલિયન દ્વારા સૂરાવલી સાથે પરેડ કરી સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદીએ બાળકો સાથે મુલાકાત પણ કરી હતી.

