સાળંગપુરઃ પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના વર્ષ પૂર્તિ મહોત્સવ તથા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી નિમિત્તે સાળંગપુરમાં તાજેતરમાં સત્સંગદીક્ષા મહાયજ્ઞનું આયોજન થયું હતું. જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા, દીપ પ્રાગટ્યથી થયો હતો. યજ્ઞમાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા, જેમાં 66 જેટલા યજ્ઞકુંડનું નિર્માણ સૌ પ્રથમ વૈદિક મહાપૂજા ત્યાર બાદ આ મહાયજ્ઞમા બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે લખેલ સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરાયું હતું.
આ ગાન સાથે ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા, લંડન વગેરે દેશ-વિદેશના 500 જેટલા યજમાનોએ સમૂહમાં સ્વાહાના નાદ સાથે કુલ 50,000થી વધુ આહુતિ આપી હતી. કુલ 40 જેટલા બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાયો હતો.

