હુથીનો વેપારી જહાજ પર હુમલો ભારતીય નેવી વહારે આવી

Wednesday 31st January 2024 05:40 EST
 
 

નવી દિલ્હીઃ સમુદ્રમાં જહાજો પર સતત હુમલા થઇ રહ્યા છે. દરમિયાન ભારતીય નેવીએ શનિવારે જણાવ્યું હતું કે અદનના અખાતમાં એમવી માર્લન લુઆંડા પર મિસાઇલ હુમલાના સમાચાર બાદ ભારતીય નેવી તરફથી મદદ પહોંચાડવામાં આવી હતી.
આ એક વેપારી જહાજ હતું જેની પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિક સવાર હતા. હુમલાનો ભોગ બનેલા જહાજે આઇએનએસ વિશાખાપટ્ટનમ પાસે મદદ માગી હતી. મિસાઇલ હુમલો થવાને કારણે જહાજમાં આગ લાગી ગઇ હતી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે, નેવી કોમર્શિયલ શિપ્સની સુરક્ષા અને સમુદ્રમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે હુથી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્રમાં જહાજો પર હુમલા વધી રહ્યા છે. નેવીના વડાએ સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે.


comments powered by Disqus