નવી દિલ્હીઃ કતારની જેલમાં અંદાજે 16 મહિનાથી કેદ ભારતના 8 પૂર્વ નેવી ઓફિસરની મૃત્યુદંડની સજા કતારની કોર્ટે કેદની સજામાં તબદીલ કરી છે. જો કે કેટલાં વર્ષની કેદ હશે તે સ્પષ્ટ કરાયું નથી. ચુકાદાની માહિતી આપતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુનાવણી સમયે ભારતીય રાજદૂત, અન્ય અધિકારીઓ અને નેવીના તમામ પરિવારજનો કોર્ટમાં હાજર હતા. અમે ચુકાદો વાંચ્યા પછી આગળની કાર્યવાહી કરીશું. તમામ નેવી ઓફિસર કતારની અલ દાહરા ગ્લોબલ કંપનીમાં ફરજ બજાવતા હતા.

