કીવઃ યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સામેના યુદ્ધ અંગે જણાવ્યું કે, સુરક્ષાની જવાબદારી નાટો સંગઠન લે તો અમે યુદ્ધવિરામ માટે તૈયાર છીએ. યુક્રેનના નેતાએ આમ તમામ પ્રદેશો પાછા લીધા વિના યુદ્ધવિરામ માટે તૈયારીના સંકેત આપ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, નાટો માત્ર કિવ દ્વારા નિયંત્રિત પ્રદેશોની જ સુરક્ષા ગેરંટી આપી રહ્યું છે, તેવામાં સ્થિતિ શું પ્રવર્તી રહી છે તે મુજબ પ્રશ્ન પૂછવામાં આવતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ‘આપણે જો યુદ્ધને અટકાવવું હોય તો યુક્રેનના તાબા હેઠળના પ્રદેશને નાટો સંરક્ષણ પ્રાપ્ત થવું જોઈએ.

