4 ડિસેમ્બરે નેવી ડે પર ભારતીય નેવી પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ સોમવારે કહ્યું કે પાકિસ્તાન નેવીની વધતી તાકાત પાછળ ચીનનો હાથ છે. પાકિસ્તાન નેવીનાં ઘણાં યુદ્ધજહાજ ચીનની મદદથી બનાવવામાં આવી રહ્યાં છે.
•‘ફેંગલ’ ઇફેક્ટઃ બસો રમકડાંની જેમ તણાઈઃ ‘ફેંગલ’ વાવાઝોડાને કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઈ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તામિલનાડુના કૃષ્ણાગિરિ એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો.
• કોલકાતાની દુકાનો પર બંગાળી બોર્ડ ફરજિયાતઃ કોલકાતા કોર્પોરેશને એક આદેશ જારી કરી શહેરની દુકાનો સહિત તમામ ધંધાકીય એકમો પર અન્ય ભાષાની સાથોસાથ બંગાળી ભાષામાં પણ સાઇનબોર્ડ લગાવવા આદેશ કર્યો છેે. જેના માટે 21 ફેબ્રુઆરી, 2025ની સમયમર્યાદા પણ નક્કી કરી છે.
• સંસદીય સમિતિએ વકફ સંપત્તિની ગેરકાયદે કબજાની વિગતો માગીઃ વકફ (સંશોધન) બિલની તપાસ કરી રહેલી સંસદીય સમિતિને રાજ્ય સરકારો પાસેથી અનઅધિકૃત કબજા હેઠળની વકફ સંપત્તિઓની માહિતી માગી છે. સૂત્રો પ્રમાણે સમિતિને રાજ્ય સરકારો અને તેમની સત્તાવાર એજન્સીઓ પાસેથી ગેરકાયદેસર કબ્જાવાળી સંપત્તિઓની માહિતી માગી છે.
• કમસેકમ ત્રણ બાળક પેદા કરો: ભાગવત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં ઘટતો જન્મદર ચિંતાજનક છે. જે સમાજનો વસ્તીવધારો 2.1ની નીચે આવે તે સમાજ ધીરેધીરે નષ્ટ થઈ જાય છે.
• બાબા સિદ્દિકી મર્ડરકેસમાં આરોપીઓ પર મકોકાઃ એનસીપી નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપી વિરુદ્ધ મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ)ની ગંભીર કલમો લગાવાઈ છે.
• બાબા સિદ્દિકી મર્ડરકેસમાં આરોપીઓ પર મકોકાઃ એનસીપી નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપી વિરુદ્ધ મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ)ની ગંભીર કલમો લગાવાઈ છે.
• TMC નેતાના ઘરમાંથી મળ્યું ખતરનાક કેમિકલઃ ટીએમસી નેતા ફ્રાન્સિસ એક્કાના ઘરેથી પરમાણુ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતું રૂ. 17 કરોડ પ્રતિગ્રામ ભાવનું કેલિફોર્નિયમ જપ્ત કર્યું છે, આ સાથે કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
• ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી વધારીઃ ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારી 1600 ડોલર કરી છે.
• આફ્રિકી દેશમાં છુપાયો હતો એલઈટીનો આતંકી: ભારતીય સુરક્ષા એજન્સી લશ્કર દ્વારા તોઈબાના મોસ્ટ વોન્ટેડ આતંકી અને કમાન્ડર સલમાન રહમાન ખાનને ઈન્ટરપોલની મદદથી પૂર્વ આફ્રિકી દેશ રવાન્ડાથી ભારત લવાયો છે. વર્ષ 2023માં તેના વિરુદ્ધ કેસ નોંધાયો હતો.
• સાઇબર ફ્રોડથી રૂ. 11,333 કરોડ ડૂબ્યા: 2024ના પ્રથમ 9 માસમાં દેશમાં સાઇબર ફોડની ઘટનામાં લોકોએ કુલ રૂ. 11,333 કરોડ ગુમાવ્યા હોવાનું ઇન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરનો ડેટા જણાવે છે. આ પૈકી સ્ટોક ટ્રેડિંગ સ્કેમની સૌથી વધુ 2,28,094 ફરિયાદો થઈ હતી.
• બ્રિટન જતા 60 ભારતીય કુવૈતમાં 13 કલાક ભૂખ્યા રહ્યા: મુંબઈથી યુકે માટે ઉડાન ભરી ચૂકેલા ગલ્ફ એરના વિમાનના એન્જિનમાં ખરાબી સર્જાતાં કુવૈત વિમાનમથકે રવિવારે ઉતરાણ કરાયું હતું. કુવૈતમાં ફસાયેલા ભારતના 60 પ્રવાસીને 13 કલાક ખાવા-પીવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
• ઇઝરાયલને ઘૂંટણીએ લાવ્યા બાદ યુદ્વવિરામ કર્યું: હિઝબુલ્લાહ: હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામના 3 દિવસ બાદ કહ્યું હતું કે હિઝબુલ્લાએ ઇઝરાયલ પર જીત મેળવી છે અને તે 2006માં મળેલી જીત કરતાં પણ મોટી છે. આપણે ઇઝરાયલને ઘૂંટણીએ લાવ્યા બાદ યુદ્ધવિરામ કર્યું છે.

